Saturday, 6 January 2018

2 જાન્યુઆરી " આજનો દિવસ ' વસીમ વહાલા '

👉 આજનો દિવસ :- " શામળદાસ આર્ટ્સ કોલેજ "

  ૨ જાન્યુઆરી, ૧૮૮૫ના દિવસે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક એવી નવી શિક્ષણ કેળવણીની પહેલ કરવામાં આવી કે જે શામળદાસ આર્ટસ કોલેજના નામથી સુપ્રસિદ્ધ છે.

તત્કાલીન મહારાજા સર તખ્તસિંહજી ગોહિલના સદ્દભાવથી શરૃ કરવામાં આવેલ શામળદાસ કોલેજ એ મહારાજાના અત્યંત પ્રિય દીવાન શામળદાસ પરમાણંદદાસ મહેતાના આકસ્મિક અવસાન પછી તેઓની કર્મઠતાને બિરદાવવા માટે લેવામાં આવેલુ સ્તુત્ય પગલુ હતું.

આ ઉપરાંત આજના દિવસ જ મહાત્મા ગાંધી એ આ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગ ને આજે ૧૩૦ વર્ષ પુર્ણ થયા. જ્યારે આ સંસ્થા ને આજે ૧૩૩ વર્ષ થયાં. મહાત્મા ગાંધી અભ્યાસમાં નબળા હતા. અહીં એમણે અંગ્રેજી, ઇતિહાસ, સંસ્કૃત, બીજ ગણિત, ભુમિતિ અને તર્કશાસ્ત્ર વિષય રાખેલા. એ સમયમાં શામળદાસ કોલેજના અધ્યાપકો પ્રથમ પંક્તિના ગણવામાં આવતા હતા. આ અંગેનો ઉલ્લેખ મહાત્મા ગાંધી એ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો' કરેલ છે.

-- Vasim Landa ☺️
The-Dust Of-Heaven ✍️