*જૈન ધર્મ*
👉🏻જૈનધર્મ અથવા જૈનત્વ ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે.
*જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે.*
👉🏻 મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા તથા, પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે.
👉🏻આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર, અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે પૂજાય છે.
👉🏻 નાનપણથીજ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.
👉🏻આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, શ્વેતાંબર અને દિગંબર.
👉🏻શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ પ્રિયદર્શના હતું.
👉🏻જ્યારેદિગંબર સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને *મન પર વિજય* મેળવ્યો હતો.
👉🏻 આ તપસ્યા દરમિયાન તેમણે *માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.*
👉🏻દિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:
👉🏻મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૨ વર્ષમાં ૩ કેવળી થઈ ગયા:
૧. ગૌતમ સ્વામી
૨. સુધર્મ સ્વામી
૩. જમ્બુ સ્વામી.
👉🏻તેમના પછી પાંચ શ્રુતકેવળી થઈ ગયા:
૧. વિષ્ણુદેવ
૨. નંદીમિત્ર
૩. અપરાજિત
૪. ગોવર્ધન
૫. ભદ્રબાહુ .
👉🏻ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુષ્કાળ પડવાનો છે, તેથી તેમણે દુષ્કાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ ભારત તરફ ગમન કર્યું.
👉🏻તેમના પછી પરંપરામાં ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા.
👉🏻ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા.
👉🏻 તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા.
👉🏻ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં.
👉🏻જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સાથે વિશેષ સામ્ય ધરાવે છે.
👉🏻જૈન ધર્મના નિયમોને માની તેનું પાલન કરનારાના વ્યક્તિઓને શ્રાવક અને શ્રાવિકા કહે છે.
👉🏻છ આવશ્યક
શ્રાવક શ્રાવિકા ઓ માટે જૈન દર્શનમાં છ આવશ્યક ક્રિયા બતાવી છે.તે આવશ્યક સૂત્રનો ભાગ છે. તે ક્રિયાઓ
(૧)સામાયિક
(૨)ચતુર્વિશતિ સ્તવ
(૩) વંદના
(૪) પ્રતિક્રમણ
(૫)કાયોત્સર્ગ
(૬) પ્રત્યાખ્યાન